VOTE OF THX

My photo
MAHUVA ( SAURASHTRA'S KASMIR ), GUJARAT, India
IAM PROUD TO BE A PART OF SSAM ( SARVA SIKSHA ABHIYAN MISION ) AND I WOULD LIKE THANK OUR BRC CO O JABARABHAI FOR SUPPORTING ME A LOT. ALSO THANKING DIST.TT OFFICER SHREE DHARMESHBHAI, ALS CO O DINESHBHAI MEHTA,GENDER CO O ANJANABEN, IED CO O BHADRESHBHAI,AO SHREE NILESHBHAI MUNJPARA, MIS SHREE PANKAJBHAI TRIVEDI AND ALL MY SCHOOL PRINCIPAL AND TEACHERS AND SPECIALLY TO HONOURABLE SHREE SPD SIR AND DPC SIR

Tuesday 24 April 2012

SHIKSHAK TALIM HIGHLIGHTS




સીઆરસી શાળા નં-૧૩ ની શાળા નં - ૭ ખાતે આજ રોજ તા ૨૩-૪-૨૦૧૨ થી ૭ દિવસીય શિક્ષક તાલીમ નો પ્રારંભ થયો . તમામ શિક્ષકો સમયસર ૬.૫૦ સુધીમાં ઉપસ્થિત થયા . ત્યારે તેમને પેન -ફૂલ સ્કેપ બૂક, તથા મોદુલ આપવામાં આવ્યા.  ૭.૦૦ કલાકે બાઈસેગ પરથી કલાવૃંદ દ્વારા પ્રાર્થના થી તેની શરૂઆત થઇ. QE સેલના કન્વીનર શ્રી દિનેશભાઈ દેસાઈ દ્વારા તાલીમની ટૂંકી માહિતી તથા તાલીમના મહત્વ વિષે ચર્ચા થઇ .



ત્યારબાદ સ્ટેટ ટી ટી ઓફીસર શ્રી દર્શનાબેન જોશી એ  આજે પ્રસારિત થનાર મુખ્યમંત્રીશ્રી ના પ્રેરક સંદેશ વિષે તમામ સીઆરસી ને જરૂરી વ્યવસ્થા કરવા જણાવેલ. તથા તાલીમનું સુચારુ સંકલન કરવાનું જણાવેલ




ધોરણ ૬ થી ૮ ની અમારા ક્લસ્ટરની તાલીમમાં સીઆરસી કો ઓ શ્રી આશિષભાઈ ત્રિવેદીએ ૭ દિવસીય તાલીમની માહિતી આપી. અને આગામી સત્ર થી આ તાલીમ નો વર્ગખંડમાં ઉપયોગ કરવા જણાવેલ.. ત્યાર બાદ જેન્ડર એજ્યુકેશન  વિષય પર સીઆરજી શ્રી રાવલભાઈએ જેન્ડર એટલે શું અને જેન્ડરની વ્યાખ્યા સમજાવી આ સાથે ઉપસ્થિત તમામ શિક્ષકોની પ્રિ-ટેસ્ટ લેવાયેલી. આજ રોજ વિરામ ૯.૦૦ થી ૯.૩૦ રહ્યો. જેમાં તમામ શિક્ષકો ને નાસ્તો ચા પાણી આપવામાં આવ્યા. 







આ વર્ષની શિક્ષક તાલીમનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયું 





          આ સાથે માનનીય મુખ્ય મંત્રી શ્રી ના હસ્તે GUNOTSAV -૨૦૧૨ પુસ્તિકાનું વિમોચન પણ થયું. તેમની સાથે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી માં.શ્રી જયસીહ્ભાઈ ચોહાણ પણ ઉપસ્થિત હતા .


તમામ મહેમાનોનું સ્વાગત GCERT ના શ્રી ટી.સી જોશી સાહેબે કરેલ. 

માનનીય મુખ્ય મંત્રી શ્રી એ શિક્ષકોને સંબોધતા જણાવેલ કે તાલીમ એ જીવન માં ખુબ જરૂરી વસ્તુ છે ગુજરાત રાજ્ય આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે દરેક શિક્ષકે ખંતપૂર્વક મહેનત કરી ને ગુજરાતના ભાવી ને સવારવાનું છે. તેમને પોતાના સંસ્મરણો વાગોળતા તેમના શિક્ષકોને યાદ કર્યાં. સાથે GUNOTSAV  ના પરિણામ વિષે ચિંતા વ્યક્ત કરી. તેમને દરેક શાળા માં દર અઠવાડિયે પણ GUNOTSAV  કરી શકાય તેવું જણાવેલ. આ સાથે તેમને ગુજરાત સોલાર પાવર ક્ષેત્રે કરી રહેલ પ્રોજેક્ટો ની માહિતી આપી. સાથે તેમના જીવન પર સ્વામી વિવેકાનંદની વિશેષ અસર છે તેવું જણાવેલ. તેમણે શિક્ષકો એ પુછેલા પ્રશ્નોના જવાબો પણ આપ્યા. 

તેમનું આ વક્તવ્ય ખરેખર પ્રેરણાદાયી અને શિક્ષકોમાં ઉત્સાહ નો વધારો કરે તેવું હતું. આપણું એ સદનસીબ કહેવાય કે મુખ્ય મંત્રી એ ખુદ શિક્ષક તાલીમ માં શિક્ષકોને પ્રેરણા પૂરી પાડી. 

આ સાથે તાલીમના બીજા સેશન માં સીઆરજી દ્વારા અડેપ્ત્સ નો મુદ્દો શિક્ષકોને સમજાવવામાં આવ્યો . અને ૧૨.૩૦ કલાકે તાલીમ નો પ્રથમ દિવસ પૂર્ણ થયો 




તાલીમ ના કેટલાક ફોટોગ્રાફ્સ  

                                                 
                                                               કલાવૃંદ દ્વારા સવારે પ્રાથના 


                                     જેન્ડર એજ્યુકેશન વિષે સમજાવતા સીઆરજી શ્રી રાવલભાઈ                  



                                         

                                        મુખ્ય મંત્રીશ્રીના પ્રેરક પ્રવચનને માણી રહેલા શિક્ષકો 




 તાલીમ વર્ગની મુલાકાતે બીઆરસી શ્રી જબરભાઈ ભમ્મર, સીઆરસી પાસેથી તાલીમ વિષે જાણકારી મેળવી રહ્યા છે 
 માન.શ્રી ઝાંઝરુકિયા સાહેબ NCF વિષે માહિતી આપી રહ્યા છે
NCF માં પર્યાવરણ વિજ્ઞાન માટે ધ્યાને લેવાયેલી બાબતો નું પ્રેઝેન્ટેશન 

 મહુવા બ્લોક બીઆરપી શ્રી ભૂમિકાબેન અભ્યાસક્રમ   અને પાઠ્યક્રમ માં NCF વિષે માહિતી આપી રહ્યા છે .સાથે સીઆરસી શ્રી આશિષભાઈ ત્રિવેદી દૃશ્યમાન છે
મહુવા બ્લોક બીઆરપી શ્રી ભૂમિકાબેન  વિવિધ વિષયો માં બાળકોને કેવું વૈવિધ્ય સભર શિક્ષણ આપી શકાય તેની માહિતી આપી રહ્યા છે




















 ગુજરાત GCERT  ના અધિક નિયામક શ્રી ટી.સી. જોશી સાહેબ NCF વિષે માહિતી આપી રહ્યા છે












                       શ્રી માધડ સાહેબ માતૃભાષાનું પ્રારમ્ભિક સ્તરે 
                          મહત્વ સમજાવી રહ્યા છે
શ્રી નરેશભાઈ વાઘ IED  વિષે જાણકારી આપી રહ્યા 



શ્રી ગોએન્કાજી નું પ્રેરક પ્રવચન 






તાલીમ ભવન માંથી લાયઝન  અધિકારી શ્રી કે.એ. ભટ્ટ સાહેબે તાલીમ ની મુલાકાત 
લઇ ને તાલીમ અંગે સંતોષ વ્યક્ત કરેલ 



ઓફ એર સેશન દરમ્યાન શ્રી રમેશભાઈ સેંતા એ RTE  પ્રસંગો / કેસ્લેટ તથા નવા અભ્યાસ ક્રમ 
ની સમુદાય પર અસરો વિષે રસપ્રદ માહિતી આપી હતી 







  

No comments:

Post a Comment