મહુવાની સીઆરસી શાળા નં-૧૩ હસ્તકની શાળા નં ૭ ના શિક્ષકશ્રી રમેશભાઈ સેંતા પોતાની આગવી સુજથી શાળામાં ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ કરે છે. તેઓ રામાનુજન મેથ્સ ક્લબનું પણ સંચાલન કરે છે. તેમની પ્રવૃતિઓ થી પ્રભાવિત થઇને તેમને ગુજરાતના વર્ષ ૨૦૧૦-૧૧ ના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ ગુજરાત ગણિત વિદ્યા ભવન સંચાલિત ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ( રાષ્ટ્રીય ) દ્વારા ૧૭-૭-૨૦૧૧ ના રોજ પાલનપુર મુકામે રાજ્યના આઠમા ગણિત મહોત્સવમાં ડો. નરોત્તમ સહુ ( સીનીયર વિજ્ઞાનીક -સાયંસ સીટી અને સલાહકાર સેક્રેટરી- ગુજકોસ્ટ ) ના હસ્તે એનાયત થયેલ. જે બદલ શ્રી રમેશભાઈ સેંતાને હાર્દિક અભિનંદન. તેમની પ્રવૃત્તિ થી પ્રભાવિત થઇ ને ડો. સહુ સાહેબે તેમને ગમે ત્યારે સાયંસ સીટીમાં વિદ્યાર્થીઓ ને લાવે ત્યારે નિશુલ્ક પ્રવેશ આપવાની ની જાહેરાત કરી હતી
શ્રી રમેશભાઈ સેંતા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો અવોર્ડ સ્વીકારતા દ્રષ્ટિમાન થાય છે
એક્સપોઝર વિજિટ
સાયંસ સીટી ગાંધીનગરની મુલાકાતે શાળા નં ૭ની
વિદ્યાર્થીનીઓ
એક્સપોઝર વિજિટ
ગુજરાત વિધાન સભામાં સત્ર નિહાળવા ગયેલ
શાળા નં -૭ ના વિદ્યાર્થીનીઓ
No comments:
Post a Comment